આજની મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઇ રહી છે. હાલમાં બન્ને ટીમો સીરીઝમાં 2-2ની બરાબરી પર છે, જેથી અંતિમ વનડે બન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ બન્યો છે.
પાંચમી વનડે માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે, યુજવેન્દ્ર ચહલ અને લોકેશ રાહુલની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સામેલ કરવામા આવ્યા છે.
ઓસ્ટ્રેલિયન ટીમ પણ બે ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. શોન માર્શની જગ્યાએ માર્કસ સ્ટૉઇનિસ અને જેસન બેહરેનડોર્ફની જગ્યાએ નાથન લિયોનને ટીમમાં સમાવાયા છે.