Twitter પર આવ્યાના મહિના બાદ પ્રિયંકા ગાંધીએ કર્યું પ્રથમ ટ્વિટ, જાણો શું લખ્યું....
abpasmita.in | 13 Mar 2019 02:10 PM (IST)
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધીને પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા બાદથી તેમના પ્રથમ ભાષણની લોકો રાહ જોઈ રહ્યા હતા. સામાન્ય લોકોથી લઈને પોલિટિકલ એક્સપર્ટ્સ સુધીના એ જોવા માગતા હતા કે તે પોતાના ભાષણમાં ક્યા મુદ્દા ઉઠાવે છે. ત્યારે મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ બાદ પ્રિયંકાએ અમદાવાદમાં પ્રથમ ભાષણ આપ્યું. એટલું જ નહીં ત્યાર બાદ મોડી રાત્રે તેણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પ્રથમ વખત ટ્વિટ પણ કર્યું. ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા 10 ફેબ્રુઆરીએ ટ્વિટર પર આવ્યા હતા. પ્રિયંકાએ મહાત્મા ગાંધીના એક કથનને ટાંકીને બીજું ટ્વિટ કર્યું કે, જો હિંસાના ઉદ્દેશ્યમાં કંઈક સારું દેખાય છે તો તે કામચલાઉ છે. હિંસામાં હંમેશા દુષ્ટતા જ હોય છે.