મોદીએ ચોકીદાર શબ્દ હટાવતા ટ્વીટ કર્યું કે, ‘સમય આવી ગયો છે કે, ચોકીદારની ભાવનાને ઉપરના સ્તરે લઈ જવામાં આવે. આ ભાવનાને જીવિત રાખતા અમે ભારતની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. ટ્વીટર પર મારા નામમાંથી ચોકીદાર શબ્દ હટાવાઈ રહ્યો છે. પણ, આ શબ્દ મારો અભિન્ન હિસ્સો રહેશે. હું તમને બધાને પણ આવું જ કરવાનો આગ્રહ કરું છું.’
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પ્રચારમાં ચોકીદાર શબ્દ છવાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી રાફેલ ડીલમાં કૌભાંડનો આરોપ લગાવતા ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપ્યો. બાદમાં પીએમ મોદીએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. તેમની સાથે સાથે અન્ય કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વિટરમાં પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાડ્યો હતો.