ગૌતમ ગંભીરે કહ્યું કે જો આરોપ સાચા સાબિત થશે તો હું મારી ઉમેદવારી પાછી લઈ લઈશ અને જો તમારા દાવાઓ ખોટાં સાબિત થાય તો શું તમે રાજકારણ છોડી દેશો ?
આ દરમિયાન દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીરે આતિશી વિરૂદ્ધ ન્યૂઝ પેપરની સાથે અભદ્ર ટિપ્પણીઓવાળી પત્રિકાઓ વહેંચી છે. તેમાં ભાષા એટલી અપમાનજનક છે કે તેને વાંચનારને પણ શરમ આવશે. તેમણે કહ્યું જ્યારે તેઓ ભારત માટે ક્રિકેટ રમતા હતા ત્યારે રાષ્ટ્રને તેમના પર ગર્વ હતો. પરંતુ આજે તેમણે ઘણું જ હિન્ન કામ કર્યું છે જે શરમજનક છે.
આતીશીએ કહ્યુ કે, “જ્યારે ગંભીર રાજનિતિમાં સામેલ થયા હતા ત્યારે મે તેમને કહ્યું હતું કે સારા લોકો રાજનીતિ માટે મહત્વપૂર્ણ છે. પરંતું તેઓ અને તેમની પાર્ટીને દેખાડી દીધું છે કે એક મહિલાને હરાવવા માટે આટલી નીચલી હદે જઈ શકે છે. હું રાજનીતિમાં પૈસા કે નામ કમાવવા નથી આવી.”