મેરઠઃ પૂર્વ સાંસદ તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અવતાર સિંહ ભડાનાએ કહ્યું કે, દેશના આગામી પ્રધાનમંત્રી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બનશે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી બનશે. અવતાર સિંહે કોંગ્રેસ ઉમેદવાર હરેન્દ્ર અગ્રવાલના ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું હતું.


તાજેતરમાં જ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરનારા વરિષ્ઠ ગુર્જર નેતા ભડાનાએ કહ્યું, મેં ભાજપ કેમ છોડી તે મારો સમાજ જાણે છે. ગુર્જર સમાજને સન્માન જોઈએ. જ્યાં ગુર્જર સમાજનું સન્માન ન હોય ત્યાં હું એક ક્ષણ પણ ન રહી શકું. કોંગ્રેસમાં જ ગુર્જર સમાજને સન્માન મળે છે. ભાજપને હરાવીને સાબિત કરીશું કે ગુર્જર સમાજ સન્માન માટે જીવે છે.

ભડાનાએ દાવો કર્યો કે, આ વખતે રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે. મોદીએ પછાત, દલિતો અને ખેડૂતોનું સાંભળ્યું નથી. ભડાના સમાજની પાઘડીનો હવાલો આપતા તેમણે કહ્યું કે, હવે બદલાવ લાવવાનો સમય આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ભડાના 1991માં પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પર ફરીદાબાદ લોકસભા ક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જે બાદ 1999માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મેરઠ લોકસભા ક્ષેત્રથી ઉમેદવાર બનાવ્યા અને ત્યાંથી પણ જીત મેળવી. 2004માં તેઓ ફરીદાબાદથી કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા અને જીત હાંસલ કરી. 2009માં લોકસભા ચૂંટણીમાં તેમણે ફરીથી જીત મેળી હતી.

BJPના દિગ્ગજ નેતાએ કહ્યું- જો કોંગ્રેસ, SP, BSPને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને પણ ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે

TVના જાણીતા કપલનું લગ્ન જીવન ભંગાણના આરે, સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો

વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાએ નવી જર્સી કરી લોન્ચ, જાણો વિગત

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ કહ્યું, 'પરબત પટેલને નહીં મોદીને મત આપજો'