નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ પર રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું કે, ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં. બેંચે કહ્યું કે, સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું નથી. ફિલ્મ આચાર સંહિતાનો ભંગ છે કે નહીં તે નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું છે.


આ પહેલા બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિવેકને પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું તે પીએમ મોદીનો ફેન છે? આ મુદ્દે વિવેકે કહ્યું કે, હાં! હું ફેન જરૂર છુ પરંતુ ભક્ત નથી. તેમણે કહ્યું કે, હું માનું છુ કે, મોદીજી યુવાનોની પ્રેરણા છે પરંતુ, હું દરેક વાત પર સહમત પણ ના થઈ શકુ.

ફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેક ઓબેરોયે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લોકો આ પ્રકારે ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર અને ફેમસ વકીલ આવી ફિલ્મ પર પિટિશન દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે? શું તેઓ ફિલ્મથી ડરે છે કે ચોકીદાના ડંડાથી.  વિવેક એમ પણ કહ્યું હતું કે, મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી. પીએમ મોદીનું વ્યક્તિત્વ પહેલાથી જ ઘણું મોટું છે.

મોઢવાડિયાએ 56 ઇંચની છાતી વિશે શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન? જુઓ વીડિયો