યોગગુરુ રામદેવ અને અન્ય સંતોએ સીતારામ યેચુરી સામે કેમ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો
abpasmita.in | 04 May 2019 03:18 PM (IST)
ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા.
હરિદ્વારઃ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, હિન્દુઓ હિંસક ન હોઈ શકે, આમ કહેવું ખોટું છે. રામાયણ અને મહાભારતમાં હિંસાના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે અને હિન્દુ શાસકોએ પણ હિંસા કરાવી છે. તેમના આ નિવેદન સામે યોગગુરુ રામદેવ અને અન્ય સંતોએ હરિદ્વારના એસએસપી સાથે મુલાકાત કરી ફરિયાદ નોંધાવી હતી. આ તમામે સીતારામ યેચુરી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.