મુમતાઝે ફોન પર એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે, “કોણ જાણે અને કેવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે? લોકોએ આ પ્રકારની અફવા ફેલાવીને શું મળે છે? અને મારી સાથે આવું પ્રથમ વખત નથી થયું, પરંતુ બીજી વખત થયું છે.” બાદમાં હસતા હસતા મુમતાઝે એબીપીને જણાવ્યું કે, “હાલમાં હું લંડનમાં મારા ઘરે છું અને એન્જોય કરી રહી છું અને ખુશી કુશી મારું જીવન જીવી રહી છું.”
મુમતાઝે આગળ કહ્યું કે, “તમે સમજી શકો છો કે આ પ્રકારની અફવાથી મારા ફેન કેટલા દુખી થતા હશે. મને પણ અફસોસ થાય જ્યારે હું મારા વિશેની આવી અફવાઓ સાંભળું છું.” મુમતાઝની મોતની અફવા બાદ તેની દીકરી તાન્યા માધવાનીએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના માતાના સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી છે. જોકે બાદમાં ખોટી જાણકારી આપવા બદલ કોમલ નાહટાએ માફી માગી હતી.