નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશના સુપરસ્ટાર ફિરદૌસ અહમદે ચૂંટણી પ્રચાર પર ગૃહ મંત્રાલયે સિલીગુડી પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. મંત્રાલયે પુછ્યું શું કોઈ બાંગ્લાદેશી સુપરસ્ટારે પ્રચાર કર્યો છે? અત્યાર સુધી રિપોર્ટ્સ નથી આપવામાં આવ્યા. ભાજપનો આરોપ છે કે ટીમએમસીના પ્રચારમાં બાંગ્લાદેશના સુપરસ્ટારે પશ્ચિમ બંગાળમાં પ્રચાર કર્યો.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌસ અહમદે ઉત્તર દિનાજપુર જિલ્લામાં ટીએમસીના રાયગંજ લોકસભાના ઉમેદવાર કન્હૈયા લાલ અગ્રવાલ માટે પ્રચાર કર્યો.

ચૂંટણી પંચના સુત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચના નિયમોમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે કોણ પ્રચાર કરી શકે છે અને કોણ નહી? ખાસ કરીને વિદેશી નાગરિક પ્રચાર કરી શકે છે કે નહી.