સિલિગુડીઃ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, દીદી બંગાળના વિકાસમાં બ્રેકર છે. પીએમ કિસાન યોજના પર તેમણે બ્રેક લગાવી દીધી છે. દીદીએ પશ્ચિમ બંગાળના 70 લાખથી વધારે ખેડૂત પરિવારોના વિકાસ પર પણ બ્રેક લગાવી દીધી છે. દેશના તમામ રાજ્યોમાં પીએમ કિસાન સમ્માન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપે કેટલા સાંસદોના કાપી નાંખ્યા પત્તા? તેમની જગ્યાએ કોને મળી ટિકીટ? જાણો વિગત

પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, બાલાકોટમાં બદલો લઇને આપણા જવાનો પરત આવ્યા ત્યારે રડવાનું કોઇએ હતું પરંતુ અન્ય રડી રહ્યા હતા. દર્દ ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવું જોઈતું હતું પરંતુ આ દર્દ કોલકાતામાં બેઠેલા દીદીને થઈ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મોદીએ શું કર્યું ? મોદી સબૂત આપે. જે લોકો ટીએમસીના પેરોલ પર અહીંયા ગુંડાગીરી કરી રહ્યા છે તેમને ચેતવણી આપવા માંગુ છું કે આ બધું છોડી દો, નહીંતર ભાજપ સરકાર આવતાં જ તમને પાઠ ભણાવવામાં આવશે.

ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગરીબોની ચિંતા સમજીને કેન્દ્રની એનડીએ સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી. ગરીબોને બીમારીની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરવામાં આવશે. એક પણ રૂપિયો હોસ્પિટલમાં ખર્ચ નહીં કરવો પડે. પશ્ચિમ બંગાળમાં ચિટફંડ કૌભાંડ થયું. ગરીબ ભાઇઓ અને બહેનોના રૂપિયા લઇને દીદીના મંત્રી, ધારાસભ્યો ભાગી ગયા. તેમણે ગરીબોને લૂંટી લીધા.


હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવા માટેના શું આપ્યા પાંચ કારણ? જુઓ વીડિયો


પરેશ ધાનાણીએ અમરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર, કોણ કોણ રહ્યું હાજર? જુઓ વીડિયો