અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી જે અટકળો ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. પાટીદાર નેતા જે કોંગ્રેસમાં જોડાયો છે તે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઈ કરી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. જોકે હાર્દિક પટેલ હવે સુપ્રિમ કોર્ટમાં અરજી પડકારશે. જો કે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ જ ખબર પડે કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકે છે કે નહીં.




પ્રાપ્ત વિગત પ્રમાણે હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેમાં હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું હતું કે, હાર્દિક વિરૂદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 FRI નોંધાઈ છે.



રાજ્ય સરકારે હાર્દિકને ચૂંટણી લડવા દેવાની મંજૂરી ન આપવામાં આવે તે માટે હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને હાર્દિક પટેલના વકીલ દ્વારા ધારદાર દલીલો પણ થઇ હતી.