નવી દિલ્હીઃ લોકસભા ચૂંટમી 2019ને લઈનો કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં બિહાર માટે ચાર, ઓડિશા માટે સાત અને ઉત્તર પ્રદેશમાં એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બિહારમાં કોંગ્રેસે સાસારામ સીટથી મીરા કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.



પાર્ટીએ ફરી એક વખત પોતાના સાંસદ રંજીત રંજન પર વિશ્વાસ મુકતા તેમને સુપૌલથી ટિકિટ આપી છે. સમસ્તીપુરથી અશોક કુમાર અને મુંગેરથી નીલમ દેવીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નીલમ દેવી બિહરાના ધારાસભ્ય અને બાહુબલી નેતા અનંત સિંહની પત્ની છે.