નવી દિલ્હીઃ જ્યાં સમગ્ર દેશમાં ઈવીએમ અને વીવીપેટ દ્વારા સાત તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે તેલંગાનાના નિજામાબાદ લોકશભા સીટ એકમાત્ર એવી સીટ છે જ્યાં બેલેટ પેપરથી મતદાન થશે. તેનું મુખ્ય કારણ વધારે ઉમેદવારો હોવાનું છે. નિજામાબાદ લોકસભા સીટ પર 185 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એવામાં ઈવીએમમાં આટલા બધા ઉમેદવારોના નામ અને તસવીરને સ્થાન આપવું શક્ય નથી.


નિજામાબાદ સીટને વીઆઈપી સીટ ગણવામાં આવે છે. અહીંથી તેલંગાનાના મુખ્યમંત્રી અને ટીઆરએસ પ્રમુખ ચંદ્રશેખર રાવની દીકરી કવિતા ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસના મધુ યાશકી ગૌડ અને ભાજપના ધર્મપુરી અરવિંદને ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રય અને રાજ્ય સરકારથી નારાજ 178 ખેડૂતોઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.