લખનઉઃ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) લોકસભાની ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં સજ્જ થઇ ગઇ છે. બીજેપીએ પ્રાદેશિક પક્ષ અપના દલ સાથે રાજ્યમાં સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત બીજેપીએ બે બેઠકો વહેંચી છે. બીજેપી અને અપના દલની બેઠકોને લઇને વાત બની ગઇ છે. આ વાત ખુદ અમિત શાહે પોતાના ટ્વીટર હેન્ડલ પર કરી છે. જેમાં લખ્યુ છે કે, અપના દલની અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી ચૂંટણી લડશે, જ્યારે બીજી બેઠક માટે વાત ચાલુ છે. આથી કહી શકાય કે યુપીમાં બે બેઠકો અપના દળને મળી શકે છે. નોંધનીય છે કે, ગત 2014 લોકસભામાં બીજેપીએ સૌથી મોટા રાજ્યા યુપીમાં સૌથી વધુ 72 બેઠકો કબ્જે કરી હતી, અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો આવેલી છે.