ચેન્નાઇઃ દક્ષિણ ભારતમાં પોતાની પક્કડ બનાવી રાખવા માટે કોંગ્રેસ આગળ આવી છે. તામિલનાડુની 39 લોકસભા બેઠકો માટે પાર્ટીએ પ્રાદેશિક પાર્ટી ડીએમકે સાથે ગઠબંધન કર્યુ છે. રાજ્યની તમામ બેઠકોની વહેંચણી કરી લીધી છે.
આ વહેંચણી પ્રમાણે રાજ્યની કુલ 39 બેઠકોમાંથી કોંગ્રેસ 10 બેઠકો પર અને ડીએમકે 20 બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થયા છે. બન્ને પાર્ટીએઓ બેઠકોની યાદી પણ જાહેર કરી દીધી છે. તામિલ નાડુમાં કુલ 39 બેઠકો છે, જેમાં બાકીની 9 બેઠકો અન્ય સાથીઓને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડીએમકે ચીફ કરુણાનિધિના નિધન બાદ પાર્ટીની કમાન સ્ટાલિન સંભાળી રહ્યાં છે.
ડીએમકેને મળેલી લોકસભા બેઠકો...
1. ચેન્નાઇ નોર્થ 2. ચેન્નાઇ સાઉથ 3. ચેન્નાઇ સેન્ટ્રલ 4. શ્રીપેરુમ્બુદુર 5. કચ્ચીપુરમ 6. આરાકોનમ 7. વેલ્લૂર 8. ધર્માપુરી 9. તિરુવન્નામલાઇ
10. કલ્લાકુરીચી 11. સાલેમ 12. નિલગીરીઝ 13. પોલાચી 14. ડિન્ડીગુલ 15. કુડ્ડાલોર 16. મઇલાદુતુરાઇ 17. થન્ઝાવુર 18. તુટીકોરીન 19. તેનાકાશી 20. તિરુનેલવેલી
કોંગ્રેસને મળેલી લોકસભા બેઠકો...
1. થિરુવલ્લૂર 2. કૃષ્ણાગિરી 3. અરાની 4. કન્યાકુમારી 5. ટ્રીચી 6. શિવાગાના 7. થેની 8. કરુર 9. પોન્ડીચેરી 10. વિરુદુનગર.