અમરેલી: ત્રીજા ચરણનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાયું હતું જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ચુંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર ગંભીર આક્ષેપો કરતાં નેતાઓ મતદાનના દિવસે એક બાકડે બેસી વાતોની મજા માણી રહ્યા હતાં. બંને હરીફ ઉમેદવારોનું આ વલણ આક્રમક કાર્યકરો માટે પ્રેરણારૂપ છે.
જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે.
નોંધનીય છે કે, અમરેલી બેઠક પર 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. જોકે 2014ની તુલનામાં આ વખતે વધારે મતદાન થયું છે.
Exit Poll 2024
(Source: Poll of Polls)
ગુજરાતની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર બાકડે વાતો કરવા બેસી ગયા, તસવીર જોઈને ચોંકી જશો
abpasmita.in
Updated at:
24 Apr 2019 02:59 PM (IST)
ત્રીજા ચરણનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાયું હતું જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -