એક ઇન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું કે, ‘મને ધોની વિશે કંઇ જ નથી કહેવું, હું સમજુ છું કે તેને દેશની બહુજ સેવા કરી છે અને આપણે તેનું સન્માન કરવું જોઇએ.’
કપિલે કહ્યું કે, કોઇ નથી જાણતુ ધોની કેટલુ ક્રિકેટ રમવા માંગે છે અને તેનુ શરીર ક્યાં સુધી કામનો ભાર ઝીલી શકશે. પણ કોઇપણ એવો ક્રિકેટર નથી, જેને ધોની જેટલા દેશની સેવા કરી હોય. આપણે તેનુ સન્માન કરવુ જોઇએ અને તેને શુભકામના આપવી જોઇએ. હું આશા રાખુ છું કે તે આ વખતે પણ વર્લ્ડકપ જીતશે.
નોંધનીય છે કે, કપિલ દેવે વર્ષ 1983માં દેશને પહેલો ક્રિકેટ વર્લ્ડકપ અપાવ્યો હતો, કપિલ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનારા અને 5000 રન બનાવનારો એકમાત્ર ક્રિકેટર છે.