નવી દિલ્હી: રાજનાધાની દિલ્હીની સીટો માટે મોડી રાતે ભાજપે અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ચૂંટણીનો રાજકીય રંગ સ્પોર્ટ્સમેન સુધી પહોંચી ગયો છે. પૂર્વ દિલ્હીથી ભાજપે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસે બોક્સર વિજેન્દ્ર સિંહને ટીકિટ આપી છે.

ભાજપની નવી યાદીમાં ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હી અને વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીને ફરી એકવખત નવી દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ દિલ્હી બેઠક પર ગૌતમ ગંભીરનો સામનો કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીના આતિશી માર્લેન સામે થશે.

શીલા દીક્ષિતને ઉત્તર દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવાયાં છે. તેમનો મુકાબલો દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી સામે થશે.

ચાંદની ચોકથી કોંગ્રેસના જે.પી.અગ્રવાલ લડશે. જ્યારે દક્ષિણ દિલ્હીની સીટ પર કોંગ્રેસના બોક્સર વિજેન્દ્ર સિંહ સામે ભાજપના રમેશ બિઘૂડી સામે જંગ થશે જ્યારે આપમાંથી રાઘવ ચઢ્ઢા ઉમેદવારી કરશે.