ચૂંટણી પંચે કૉંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુના પ્રચાર કરવા પર લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Apr 2019 10:53 PM (IST)
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પ્રચાર કરવા પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. સિદ્ધુ આગામી 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પ્રચાર કરવા પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. સિદ્ધુ આગામી 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે. બિહારમાં જનતાને સંબોધન કરતા સમયે આપવામાં આવેલા નિવેદનને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ભાજપે સિદ્ધુ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. મંગળવારે સવારે 10 વાગ્યાથી પ્રતિબંધ લાગુ થઈ જશે. આ દરમિયાન સિદ્ધુ ન તો કોઈ ચૂંટણી સભાને સંબોધન કરી શકશે, ન તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે અને કોઈને ઈન્ટરવ્યૂ પણ નહી આપી શકે. બિહારના કટિહારમાં એક જનસભાને સંબોધન કરતા સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને કહ્યું હતું કે તમે અહીં લધુમતીમાં છો પરંતુ તમારી સંખ્યા વધારે છે. નવજોત સિહં સિદ્ધુએ કહ્યું કે તમારામાં એકતા હશે તો ઉમેદવાર તારિક અનવરને કોઈ નહી હરાવી શકે. આ રેલીમાં સિદ્ધુએ કહ્યું હતું કે અહીં જ્ઞાતીઓમાં ભાગલા પાડવાનું રાજકારણ થઈ રહ્યું છે.