અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઇ દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. સવારે 7.00 કલાકથી લઇ સાંજે 6.00 કલાક સુધી ચાલનારા મતદાનમાં અનેક લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 115 બેઠકો પૈકી ગુજરાતની 26, કેરળની 20, મહારાષ્ટ્રની 14, કર્ણાટકની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાની 6,પશ્ચિમ બંગાળ અને બિહારની 5-5, આસામની 4, ગોવાની 2 તથા દાદરાનગર હવેલી અને દવણ-દીવની 1-1 બેઠક પર વોટિંગ યોજાશે.
મતદાર કાપલી મતદાન માટે માન્ય નહીં ગણાય
આ વખતે મતદાર કાપલી એ-ફોર સાઇની અપાઇ છે. જેમાં મતદારનો સ્પષ્ટ ફોટો, મતદાન મથકનો ગુગલ મેપ, બીએલઓના મોબાઇલ નંબર વગેરે દર્શાવાયા છે. જોકે આ વખતે મતદાન માટે મતદાર કાપલી માન્ય નહીં ગણાય. જો કોઇ મતદારનું નામ લિસ્ટમાં હોય અને તેમની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો મતદાર અન્ય માન્ય પુરાવાઓ દ્વારા પણ વોટિંગ કરી શકશે.
આ માન્ય પુરાવા દ્વારા વોટિંગ કરી શકાશે
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટાવાળું ઓળખપત્ર
- બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફોટાવાળી પાસબુક
- મનરેગા જોબ કાર્ડ
- શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલું સ્વાસ્થ્ય વીમા કાર્ડ
- રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના દસ્તાવેજ
- પેન્શન સંબંધિત દસ્તાવેજ
ગુજરાતના 4.51 કરોડ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર યોજાશે વોટિંગ
ભાજપે ગૌતમ ગંભીરને આપી ટિકિટ, જાણો કઇ બેઠક પરથી લડશે ચૂંટણી
લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત