ભાજપ દ્વારા જૂનાગઢ, અમદાવાદ પૂર્વ, મહેસાણા, પાટણ, સુરત, આણંદ અને છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો વર્તમાન સાંસદ પરેશ રાવલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, ત્યારે તેમના સ્થાને મનોજ જોશીને ટિકીટ મળી શકે છે.
મહેસાણાની વાત કરીએ તો જયશ્રીબેન પટેલનું નામ કપાય તેવી શક્યતા છે. તેમની જગ્યાએ ચોર્યાસ પાટીદાર સમાજના નેતાને ટિકીટ મળી શકે છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ ન કરાય તેવી ચર્ચાને કારણે આહીર-કોળી સમાજમાં નારાજગી હોવાની અટકળો પણ તેજ બની છે.
છોટાઉદેપુરમાં પણ રામસિંહ રાઠવાનું પત્તુ કપાવવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે, કોનું પત્તું કપાય છે અને કોને રિપીટ કરાય છે, તે ભાજપ યાદી જાહેર કરશે પછી ખબર પડશે. જોકે, હાલ કોનું પત્તું કપાશે અને કોને રિપીટ કરાશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.