સ્થાનીક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નંદુરબારના નવનાથનગર વિસ્તારના રહેવાસી 65 વર્ષીય એકનાથ મોતીરામ ચૌધરી જ્યારે પોતાના કુતરા સાથે અંધેર હોસ્પિટલ પાસે સોમવારે બપોરે ફરી રહ્યા હતા. ત્યારે કુતરાના શરીર પર સ્ટિકર્સ જોવા મળ્યા હતા. આ સ્ટિકર્સ ઉપર ભાજપાનું ચૂંટણી ચિન્હ બનેલું હતું અને સાથે લખ્યું હતું કે ‘મોદી લાઓ, દેશ બચાવો’.
પોલીસે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલીસને આ પ્રકારની ફરિયાદ મળી હતી કે એક વ્યક્તિ કુતરા સાથે ફરી રહ્યો છે, કુતરાના શરીર પર ભાજપાના પક્ષમાં સ્ટિકર્સ ચોંટાડેલા છે. પોલીસે આ ફરિયાદ પર કાર્યવાહી કરતા એકનાથ ચૌધરી સામે આઈપીસીની કલમ 171-એ પ્રમાણે મામલો નોંધવામાં આવ્યો છે.