જયપુરઃ એક્ઝિટ પૉલ સામે આવ્યા બાદ તરત જ રાષ્ટ્રીય રાજધાની અને દેશના અન્ય ભાગોમાં જુદાજુદા રાજકીય દળોના કાર્યકાળમાં લોકોની મનોદશા પ્રભાવિત થઇ છે. બીજેપી આને લઇને ખુશ છે તો કોંગ્રેસ પરેશાનીમાં મુકાયુ છે. જોકે, આ બધાની વચ્ચે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારમાં મધ્યપ્રદેશમાં સરકાર બદલવાનો મોટો દાવ લગાવવામાં આવી રહ્યો છે.



સટ્ટા બજારના એક સટ્ટેબાજે ગુપ્ત રીતે માહિતી આપી કે, કેન્દ્રમાં મોદી સરકારની વાપસી સાથે જ મોટો ઉલટફેર થઇ શકે છે. તરત જ મધ્યપ્રદેશમાં સરકાર બદલાવવાની મોટી ઘટના બની શકે છે. સટ્ટોડિયાએ કહ્યું કે, વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 અને બીજેપીએ 109 બેઠકો જીતી હતી. તે સમયે ભાજપે સરકાર બનાવવા માટે બહુ જ કોશિશ કરી હતી, પણ સફળતા કોંગ્રેસના હાથે લાગી હતી. છેવટે કમલનાથે સરકાર બનાવ લીધી હતી.



સટ્ટોડિયાએ વધુમાં કહ્યુ કે તે સમયે સટ્ટાબજાર ચોંકી ગયુ હતુ, પણ હવે અમારુ ગણિત કહી રહ્યું છે કે બીજેપી કંઇક મોટી યોજના બનાવી રહ્યું છે. બીજેપી સરકાર બનાવવા માટે દરેક પ્રકારના સમીકરણો અજમાવી શકે છે.

સટ્ટોડિયાએ કહ્યું કે, આ પરિવર્તન પર અમે મોટો દાવ લગાવી રહ્યાં છીએ, સટ્ટાબાજો કમલનાથ સરકારને ટકી રહેવા પર 10 રૂપિયા લગાવી રહી છે, તો બીજેપી સરકારનો ભાવ એક રૂપિયા છે.