નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે પીએમ મોદી, અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી સહિત અનેક નેતાઓ હાજર હતા. પરંતુ આ વખતે મંચ પર વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોવા મળ્યા નહોતા. એટલું જ નહીં 2014ની સરખામણીએ આ વખતે ભાજપના સંકલ્પ પત્રમાં પૂરી રીતે બદલાવ જોવા મળ્યો હતો.


પહેલા એવું નક્કી થયું હતું કે ઘોષણાપત્ર જાહેર કરતા પહેલા અમિત શાહ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરશે પરંતુ બંને સાથે સાંજે મુલાકાત કરવાનું નક્કી થયું. લોકસભા ચૂંટણી માટે જાહેર થયેલા ઘોષણાપત્રમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર ન હોય તેવો બીજેપીના ઇતિહાસમાં આ કદાચ પ્રથમ મોકો હતો. 2014માં ઘોષણાપત્ર ડો. મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં તૈયાર હતું.

આ વખતે ભાજપના સંકલ્પ પત્રનું કવર માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીથી ભરેલું છે. એટલે કે સંકલ્પ પત્ર પર માત્ર વડાપ્રધાનની જ તસવીર છે. આમ આ ચૂંટણી મોદીના નામ પર જ લડવામાં આવી રહી છે. ભાજપના સંકલ્પ પત્રના કવર પેજને કોંગ્રેસે પણ એક મુદ્દો બનાવ્યો છે. જોકે, સંકલ્પ પત્રના સૌથી છેલ્લા પેજ પર શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની તસવીર છે.

અટલ-અડવાણીએ મળીને પાર્ટીના સ્થાપના કરી હતી. ક્યારેક બે સીટો જીતનારી બીજેપીને અહીં સુધી પહોંચાડવામાં અડવાણીની સંગઠન ક્ષમતા અને રણનીતિનો મોટો ફાળો રહ્યો છે. અટલ બિહારી વાજપેયી તેમના ભાષણોના કારણે લોકપ્રિય બની ગયા હતા. જે બાદ ત્રીજા કદ્દાવર નેતા તરીકે મુરલી મનોહર જોશીનું નામ આવતું હતું અને તેઓ પાર્ટી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.  એક સમયે આ ત્રણેય નેતાઓના કારણે ભાજપ ઓળખાતી હતી અને બીજેપીના કાર્યકર્તા પણ નારા લગાવતા હતા કે, “ભારત મા કે તીન ધરોહર, અટલ-અડવાણી ઔર મુરલી મનોહર.”

BJPનો ચૂંટણી ઢંઢેરોઃ હવે દરેક ખેડૂતોને મળશે 6000, પેન્શનની પણ જાહેરાત

પાટીદારોની રાજકીય પાર્ટી બનાવવાને લઈ ખોડલધામના નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

વર્લ્ડ કપ-2019 માટે આ તારીખે થશે ટીમની જાહેરાત, કોને મળશે ઇંગ્લેન્ડની ટિકિટ?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાછલા પાંચ વર્ષની વાત કરતા શું કહ્યું? જુઓ વીડિયો