નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે. પરંતુ કેટલીક જગ્યાએ મતદાન શરૂ પણ થઈ ગયું છે. ચોંકશો નહીં, 2019 ચૂંટણી માટે પ્રથમ મત પડી ગયો છે. શુક્રવારે ભારતીય તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના 80 જવાનોએ અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં એનિલમ ટ્રેનિંગ સ્કૂલમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત આપ્યા. ITBPના પ્રવક્તાએ જણાવ્યું કે, ડીઆઈજી સુધારક નટરાજને જવાનોમાં સૌથી પહેલા મત આપ્યો.
જણાવીએ કે, પોસ્ટલ બેલેટને સંબંધિત લોકસભા ક્ષેત્રમાં મોકલવામાં આવશે, જ્યાં 23 મેના રોજ મતગણતરીના દિવસે ગણતરી થશે. અરૂણાચલ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ITBPના અન્ય યૂનિટોમાં પણ જવાનો પોક્ટલ બેલેટ દ્વારા મત આપશે. નોંધનીય છે કે, પોતાના લોકસભા વિસ્તારની બહાર ફરજ બજાવતા, સેના, પોલીસ અને રાજ્ય પોલીસના જવાનોને સર્વિસ વોટર્સ કહેવામાં આવ્યા છે. ઉપરાંત રાજનિયક અને અન્ય સપોર્ટ સ્ટાફને પણ સર્વિસ વોટર કહેવામાં આવે છે.
ઉપરાંત મતદાન કર્મચારી ત્રિપુરામાં બે તબક્કામાં થનારા લોકસભા ચૂંટણી માટે ફરજ બચાવતા જવાનો પણ આજે અને 12 એપ્રિલે મત આપશે. સર્વિસ વોટર્સ માટે પશ્ચિમ ત્રિપુરા લોકસભા વિસ્તારમાં 8 એપ્રિલ અને પૂર્વ ત્રિપુરા વિસ્તાર માટે 12 એપ્રિલે થનારા પોસ્ટલ બેલેટ મતદાનને લઈને અંદાજે 7,000 બેલેટ પેપર્સનો ઉપયોગ કરવામાં આવશે.