દાહોદ: લોકસભાની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં દિવસેને દિવસે જામી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંન્ને પાર્ટીના નેતાઓ સામ સામે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદમાં ભાજપના ધારાસભ્યનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે.

તેમને ધમકીભર્યા ઉંચા સ્વરે લોકોને કહ્યું હતું કે, મોદી કેમેરામાં બેઠા બેઠા બધું ભાળે છે કે ક્યાં કેટલા મત ભાજપ અને કોંગ્રેસમાં પડે છે. આ બધું તે પોતાની નજરે જોવે છે. જો મત ઓછાં મળ્યાં તો ભાજપ કામ પણ ઓછું કરશે. આ વીડિયો સામે આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે.

મતદારોને એક સભામાં ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું હતું કે, જો ભાજપને મત નહીં આપો તો ભાજપ કામ ઓછું કરશે. મોદી કેમેરામાં બેઠા બેઠા બધું ભાળે છે કે કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા. જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.