મોડાસાઃ અરવલ્લીમાં હિટ એન્ડ રનમાં ત્રણનાં મોત થયા છે. મોડાસાના રસુલપુર પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ઇકો કારને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલ ત્રણના મોત થયા છે. જ્યારે ત્રણ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકો મુલોજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણ થતાં મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચોઃ
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત


નવસારીઃ ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત નડતાં છનાં મોત, કેવી રીતે સર્જાયો અકસ્માત? જુઓ વીડિયો