મુંબઈઃ વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર અને બે ઓલરાઉન્ડર સાથે આ વિશ્વકપમાં જવાની છે. ભારતીય ટીમમાં રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે આ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. જ્યારે 8 ખેલાડીઓ પ્રથમ વખત વિશ્વ કપમાં રમશે.

આ 7 ખેલાડીઓ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં 8 ખેલાડીઓ એવા છે જે વર્લ્ડ કપમાં પહેલીવાર રમતા જોવા મળશે. જેમાં કેએલ રાહુલ,
વિજય શંકર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક (2007માં ટીમમાં હતો પરંતુ મેચ રમવાની તક ન મળી), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પહેલીવાર વર્લ્ડ કપ રમશે.