અમદાવાદ: ભાજપે લોકસભા ચૂંટણીની વધુ એક યાદી જાહેરા કરી છે. જેમાં ગુજરાતના વધુ ત્રણ નામ જાહેર કર્યા છે. અત્યાર સુધી ગુજરાતના 19 ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે. 19 ઉમેદવારોની જાહેર કરેલ યાદીમાં કુલ 5 સાંસદોના પત્તા કપાયા છે. જેમાં બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર બેઠકના સાંસદના પત્તા કાપી નાખ્યા છે.




બનાસકાંઠા બેઠક પર હરીભાઈ ચૌધરીનું પત્તું કાપીને પરબત પટેલ (ધારાસભ્ય-થરાદ, ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી)ને ટીકિટ આપી છે. જ્યારે પોરબંદર બેઠક પરથી વિઠ્ઠલ રાદડિયા તબિયત સારી ન હોવાથી રમેશ ધડૂક (ઉદ્યોગપતિ, ગોંડલ)ને ટીકિટ આપવામાં આવી છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપીને રતનસિંહ રાઠોડ(ધારાસભ્ય-લુણાવડા)ને ટીકિટ આપવામાં આવી છે.



આ ઉપરાંત આ વખતે ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીને લોકસભા ચૂંટણીની ટીકિટ આપવામાં આવી નથી જ્યારે તેમની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડશે. જેમનું ભાજપની પહેલી યાદીમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.



સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરાનું પણ પત્તા કાપી નાખવામાં આવ્યું છે જેના કારણે સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો તેમના સ્થાને ડો. મહેન્દ્ર મુંજપરાને ટીકિટ આપવામાં આવી છે.