નવી દિલ્હીઃ ભાજપે શુક્રવારે લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકની 3-3 સીટ અને જમ્મૂ કાશ્મીર અને મહારાષ્ટ્રની એક સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.



મધ્ય પ્રદેશના બાલાઘાટથી બોધ સિંહ ભગત, ખરગોનથી સુભાષ પટેલ, રાજસ્થાનના બાંસવાડાથી માનશંકર નિનામાના પત્તાં કાપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મઢા સીટથી રંજીત સિંહ નિમ્બાયકરને ટિકિટ આપવામાં આવી છે. તેઓ સોમવારે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.