અમદાવાદ: ભાજપે ગુજરાતની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં આણંદ, છોટા ઉદેપુર, પાટણ અને જૂનાગઢ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપે ત્રણ સાંસદોના પત્તા કાપી નાખ્યા છે જ્યારે એક સાંસદને રિપીટ કર્યા છે. આ પહેલા ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જોકે હજુ ત્રણ બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે.



આણંદ બેઠક પરથી મિતેષ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આણંદ બેઠકના સાંસદ દિલીપ પટેલનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.



આ ઉપરાંત છોટા ઉદેપુરથી ગીતાબેનના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રામસિંહ રાઠવાનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.





પાટણ બેઠક પરથી લીલાધરનું પત્તું કાપીને ભાજપે ભરતસિંહ ડાભીને ટિકીટ આપી છે. ભરતસિંહ ડાભી હાલ ખેરાલુના ધારાસભ્ય છે. આ ઉપરાંત જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે.