કોલકાતા: તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભૂતપૂર્વ સૈનિકો પ્રત્યે એકજૂટતા બતાવી જેમણે રાજકીય ફાયદા માટે આર્મીના ઉપયોગ સામે નારાજગી વ્યક્ત કરી હતી એક રેલીને સંબોધન કરતા મમતા બેનર્જીએ કહ્યું, અમને આર્મી પર ગર્વ છે પરંતુ હું નરેંદ્ર મોદીની જેમ સૈનિકોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરી ક્યારેય મત નહી માંગીશ.


મમતા બેનર્જીએ કહ્યું, લોકસભા ચૂંટણીમાં સ્થાનિક પક્ષો મુખ્ય ભૂમિકામાં નિભાવશે. તેમણે કહ્યું, અમે સાથે મળીને સરકાર બનાવશું. તેમણે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને 100 બેઠકોનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ છે.

મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, તેમણે દાર્જીલિંગથી ભૂમિપુત્રને ઉભા રાખ્યા છે જ્યારે ભાજપે મણિપુરથી એક ઉમેરવાદને ઉતાર્યા છે. તેમણે કહ્યું, આ દુખદ છે કે ભાજપને દાર્જીલિંગથી કોઈ ઉમેદવાર ન મળ્યો, તેમને ચૂંટણી લડાવવા મણિપુરથી કોઈને લાવવા પડ્યા.