જોધપુરઃ હાલ, રાજસ્થાનમાં એક બેઠકનું પરિણામ આવી ગયું છે. પીંડવારા આબુ બેઠક પર ભાજપના સમારામ ગરાસિયાનો વિજય થયો છે. તેમણે લાલારામ ગરાસિયા સામે 26974 મતોથી વિજય મેળવ્યો છે. હજુ અન્ય સીટો પર પરિણામ આવી રહ્યા છે.
રાજસ્થાનમાં ઝાલરાપાટન બેઠકનું પણ પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી વસુંધરા રાજેનો આ બેઠક પરથી વિજય થયો છે. તેમનો કોંગ્રેસના માનવેન્દ્રસિંહ સામે વિજય થયો છે.