નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં અરુણાચલ પ્રદેશના 6 અને સિક્કિમના 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.


આગામી લોકસભા ચૂંટણી સાથે ચાર રાજ્ય ઓડિશા, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પ્રથમ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સિક્કમની 32 વિધાનસભા સીટ માટે 11 એપ્રિલે લોકસભાની એક સીટ સાથે જ મતદાન થશે. જ્યારે અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા સીટ પર પ્રથમ ચરણમાં 11 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.

ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહી લડવાની કરી જાહેરાત, જાણો

દેશમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત ચરણોમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે અને 23 મેના રોજ પરીણામ જાહેર થશે.