સીએસકેના નિર્દેશક રાકેશ સિન્હાએ કહ્યું કે આ મેચમાં થનારી કમાણી 14 ફેબ્રુઆરી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આપવામાં આવશે. સિંહે ચેન્નઇ સુપરકિંગ્સના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ચેન્નઇ આઇપીએલની પોતાની પ્રથમ મેચની ટિકિટોથી થનારી કમાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આપવામાં આવશે. કેપ્ટન ધોની જે ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનન્ટ કર્નલ છે. ધોની ચેક પ્રદાન કરશે. ટિકિટ પ્રથમ દિવસે જ કલાકોમાં વેચાઇ ગઇ હતી.
સાઉથ કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.