બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ મતદારોને પ્રેરિત કરવા માટે હાલમાં જ સલમાન ખાન અને આમિર ખાને ટેગ કરતા ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે મતદાન માત્ર અધિકાર નહી પરંતુ કર્તવ્ય પણ છે. આ સમય દેશના યુવાઓને પોતાના અંદાજમાં મત કરવા માટે પ્રેરિત કરવાનો છે, જેનાથી આપણે પોતાના લોકતંત્ર અને દેશને મજબૂત કરી શકીએ. સલમાન ખાને પીએમ મોદીના આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું, આપણે લોકતંત્રમાં રહીએ છીએ, મત આપવો દરેક ભારતીયનું કર્તવ્ય છે. હું દરેક મતદારને કહીશ કે પોતાના અધિકારોનો ઉપયોગ કરે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કૉંગ્રેસ અભિનેતા સલમાનને ઈન્દોર બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પ્રચારમાં ઉતારવાની કોશિશમાં હતી. જેનાથી ભાજપનો ગઢ માનવામાં આવતી આ બેઠક પર 30 વર્ષ બાદ જીત મેળવી શકાય.