સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષય કુમારને પોલિટિક્સમાં ઉતરવાની શક્યતાઓ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આવી કોઈપણ સંભાવના હોવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
અક્ષય કુમારે કહ્યું હતું કે, તે એક્ટર તરીકે જ ખુશ છે. તેણે કહ્યું કે, રાજકારણ તેનો એજન્ડા નથી. અક્ષય સ્પષ્ટ કર્યું કે, તેના વિચાર પ્રમાણે તે પોલિટિક્સમાં એટલું સારું રીતે કામ અથવા પરફોર્મ નહીં કરી શકે જેટલું તે એક એક્ટર તરીકે કરી રહ્યો છે.
વર્કફ્રેન્ટની વાત કરીએ તો સારાગઢીના યુદ્ધ પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ 21 માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. અત્યારે તે દેશભરમાં પરિણીતિ ચોપરા સાથે આ ફિલ્મની પ્રમોશનલ એક્ટિવિટીઝ કરી રહ્યો છે. આ ઉપરાંત અક્ષય ‘હાઉસફુલ 4’ અને ‘સૂર્યવંશી’માં પણ જોવા મળશે.