સિકરીઃ હાલમાં યુપીમાં ચાર-ચાર નેતાઓ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લાગવ્યો છે, જાહેરસભામાં વિવાદાસ્પદ નિવેદનો આપવાને લઇને ચૂંટણી પંચ કડક થયુ છે. ત્યારે આ કડીમાં વધુ એક નેતાનું ધમકી આપતુ નિવેદન સામે આવ્યુ છે. બીએસપી ઉમેદવાર ગુડ્ડુ પંડિતે કોંગ્રેસ નેતા રાજ બબ્બરને જુતાંથી મારવાની વાત કહી છે. મીડિયા એજન્સીના હવાલાથી આ પ્રકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.



ગુડ્ડુ પંડિત ઉત્તરપ્રદેશના ફતેહપુર સિકરીથી મહાગઠબંધનનો કેન્ડિડેટ છે અને બહુજન સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યો છે. 31 સેકન્ડના આ વીડિયોમાં ગુડ્ડુ પંડિત પોતાના સમર્થકોની વચ્ચે કહી રહ્યો છે કે, "સુન લો રાજ બબ્બર કે #&^$#%... તુમકો ઔર તમ્હારી નચનીયાંઓ કો દૌડા-દૌડા કર જુતાં સે મારુંગા...."


ઉલ્લેખનીય છે કે આ બેઠક પર કોંગ્રેસ તરફથી એક્ટર અને પૉલિટીશિયન રાજ બબ્બર ઉમેદવારી કરી રહ્યાં છે. રાજ બબ્બરે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આ મામલે આપી નથી.