લખનઉ: બહુજન સમાજ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશની 11 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ છે. છેલ્લા ઘણા સમયથી બસપાના ઉમેદવારોની યાદીની રાહ જોવામાં આવી રહી હતી.


સહારનપુરથી હાજી ફજલુર્રહમાન, બિજનૌરથી મલૂક નાગર, નગીનાથી ગિરિશ ચંદ્ર, અમરોહાથી દાનિશ અલી, મેરઠથી હાજી યાકૂબ, ગૌતમબુદ્ધનગરથી સતબીર નાગર, બુલંદશહરથી યોગેશ વર્મા, અલીગઢથી અજીત બાલિયાન, આગરાથી મનોજ કુમાર સોની, ફતેહપુર સીકરીથી રાજવીર સિંહ, આંવલાથી રૂચિ વીરાના નામ સામેલ છે. 2014 લોકસભા ચૂંટણીમાં બીએસપીને 20 ટકા વોટ મળ્યા હતા પરંતુ પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે એસપીને 22.2 અને બીજેપીને 42.3 ટકા વોટ મળ્યા હતા.

BJPમાં જોડાયો આ દિગ્ગજ ક્રિકેટર, નવી દિલ્હી સીટથી ચૂંટણી લડવાની સંભાવના

ઉત્તરપ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડી વચ્ચે ગઠબંધન થયું છે. જે અંતર્ગત બીએસપી 38 સીટ પર, એસપી 37 સીટ પર અને આરએલડી 3 સીટ પર ચૂંટણી લડશે. રાયબરેલી અને અમેઠીમાં ગઠબંધન ચૂંટણી નહીં લડે.