મુંબઈઃ વિતેલા ઘણાં સમયથી જાણીતા ડાયરેક્ટર ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ કુલી નંબર. 1ના એડેપ્ટેશનની ચર્ચા હતા. આ ફિલ્મમાં વરૂણ ધવન લીડ રોલ પ્લે કરવાના હતા, પરંતુ એક્ટ્રેસનું નામ નક્કી ન હતું. હવે વરૂણને પોતાની એક્ટ્રેસ મળી ગઈ છે અને તે બીજું કોઈ નહીં પણ કેદારનાથ એક્ટ્રેસ સારા અલી ખાન છે.
1995માં આવેલી હિન્દી ફિલ્મ 'ફૂલી નંબર 1'માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી હતી, જે 1991માં આવેલી એ જ નામની તેલુગુ રિમેક હતી. આ ફિલ્મ વરૂણના પિતા ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. 'મૈં તેરા હીરો' અને 'જુડવા 2' બાદ ડેવિડ અને વરુણ ધવન ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. જ્યારે સલમાન ખાનની 'જુડવા'ની રિમેક બાદ વરુણની આ બીજી રિમેક ફિલ્મ હશે. ફિલ્મમાં એક્ટ્રેસ માટે આલિયા ભટ્ટ અને સારા અલી ખાનનું નામ સૌથી ઉપર હતું. જોકે, વરુણે અગાઉ જ કહ્યું હતું કે, હું આલિયા સાથે હમણાં કોઈ જ ફિલ્મ નથી કરવાનો કારણકે અમે ઘણી બધી ફિલ્મો સાથે કરી છે.