બુલંદશહરઃ યૂપીના બુલંદશહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની આંગળી કાપી નાખી છે. તે પોતાની પસંદગીની પાર્ટીને મત આપવા માગતો હતો પરંતુ ભૂલથી તેણે અન્ય પક્ષને મત આપી દીધો. આ વાતતી તે એટલો ગુસ્સામાં હતો કે તેણે પોતાની આંગળી કાપી નાખી.
મીડિયા અહેવાલ પ્રમાણે એક વ્યક્તિએ બહુજન સમાજવાદી પાર્ટીને વોટ આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે કમળનું બટન દબાવી દીધું હતું. આ વ્યક્તિને પોતાની ભૂલનો એટલો પસ્તાવો થયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી.
બુલંદશહેરના શિકારપુર સ્થિત અબ્દુલ્લાપુર હુલાસન ગામના 25 વર્ષીય પવન કુમાર મહાગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને વોટ આપવા ગયો હતો. જોકે ભૂલથી તેણે ભાજપના ઉમેદવાર ભોલાસિંહને વોટ આપી દીધો હતો. પવન પોતાની ભૂલથી એટલો દુઃખી થઈ ગયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી.
આવું કર્યા બાદ તેણે સોશિયલ મીડિયા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે આમ પાછળનું કારણે જણાવ્યું હતું. પવને કહ્યું, ‘મારી ભૂલ પર પસ્તાવો કરતા મેં મારી આંગળી કાપી નાખી છે.’