યોગીએ રમ્યુ ધ્રુવીકરણનું કાર્ડ, બોલ્યા- ગઠબંધનને અલીમાં તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે, જુઓ વીડિયો
abpasmita.in | 10 Apr 2019 10:32 AM (IST)
માયાવતી જીએ કહ્યું અમને ફક્ત મુસ્લિમોના મતો મળી જાય, બાકી ગઠબંધનને બીજા કોઇ મતો નથી જોઇતા. હું કહુ છુ જો કોંગ્રેસ, સપા-બસપા, રાલોદને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. તો લોકો અલીના નામે વૉટ માંગતા હોય તો આપણે બજરંગબલીના નામે વૉટ આપવા જોઇએ
મેરઠઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના છેલ્લા કલાકમાં યોગી મતોના ધ્રુવીકરણનું કાર્ડ રમી ગયા. ગઢ રોડ કિનારે સિસોલી ગામની ચૂંટણી સભામાં પહોંચેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફાઇનલ કાર્ડ રમી નાંખ્યુ. તેમને અલી અને બજરંગબલીના ઉચ્ચારણ સાથે મતો આપવાનું કહ્યું, હિન્દુઓને એકજુથ થઇને મતો આપવા આહવાન કર્યુ. યોગી બોલ્યા, માયાવતી જીએ કહ્યું અમને ફક્ત મુસ્લિમોના મતો મળી જાય, બાકી ગઠબંધનને બીજા કોઇ મતો નથી જોઇતા. હું કહુ છુ જો કોંગ્રેસ, સપા-બસપા, રાલોદને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. તો લોકો અલીના નામે વૉટ માંગતા હોય તો આપણે બજરંગબલીના નામે વૉટ આપવા જોઇએ. આનો એક વીડિયો પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.