નવી દિલ્હીઃ ગઇકાલે કોલકત્તામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રૉડ શૉ દરમિયાન હિંસા થઇ, જેના કારણે બીજેપી અને ટીએમસી આમને સામને આવી ગયા, આજે અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરીને મમતા બેનર્જી પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. બંગાળની ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. હવે યુપીની સીએમ યોગી આદિત્યનાથની રેલી પણ રદ્દ કરી દેવામાં આવી છે.


આજે સીએમ યોગીની પશ્ચિમ બંગાળના હાવડામાં એક રેલી યોજાવવાની હતી. જેને હિંસાના કારણે પરમીશન મળી શકી નથી અને રેલી રદ્દ થઇ છે. જોકે, તેમછતાં યોગી આદિત્યનાથે આજે બંગાળ જવાની જાહેરાત કરી છે. યોગીએ બીજેપી અને ટીએમસીની લડાઇમાં એક ટ્વીટ કરીને રણશિંગૂ ફૂંક્યુ છે. યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, હવે યચના નહીં પણ રણ થશે.



બીજેપીનો આરોપ છે કે યુપી સીએમ યોગી આદિત્યનાથની રેલી રદ્દ થઇ છે જેમાં મમતા સરકારનો હાથ છે. રેલીનો મંચ તોડી દીધો છે અને મજૂરોને માર મારવામાં આવ્યો છે.