નવી દિલ્હીઃ કોંગ્રેસના બે મોટા નેતા આજકાલ સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ રહ્યાં છે. લોકસભા ચૂંટણી દરમિયાન મણિશંકર ઐય્યરને પોતાના જુના નીચ વાળા નિવેદનને લઇને અને સામ પિત્રોડાને 1984ના સિખ દંગા પર જે થયુ તે થયુ વાળા નિવેદનને લઇને લોકો ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. આ બન્ને નેતાઓએ મોદીને આડકતરી રીતે ગાળો આપીને ટાર્ગેટ કર્યો હતો, જેને લઇને હવે બન્ને નેતાઓને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે. અહીં બન્નેની વાયરલ થયેલી મીમ્સ તસવીરો છે...

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા મણીશંકર ઐય્યરે 2017ની ચૂંટણી વખતે પીએમ નરેન્દ્ર મોદીને નીચ કહ્યાં હતા, બાદમાં એક લેખમાં પણ તેને યોગ્ય ઠેરવ્યા હતા. જેને લઇને કોંગ્રેસ અને બીજેપી વચ્ચે વિવાદ થઇ ગયો હતો.



વળી, કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતા સામ પિત્રોડાએ 1984ના સીખ દંગાને લઇને વિવાદિત નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, જે થયુ તે થયું. જેને લઇને બીજેપીએ તેમને ટાર્ગેટ કર્યો હતા.