અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી આઠ સીટો એવી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર નક્કી થઈ ગયા છે.



આ બેઠકોની વાત કરીએ તો કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા સામે કોંગ્રેસે ધારાસભ્ય લલિત કથગરાને ટિકીટ આપી છે. પોરબંદરની વાત કરીએ તો ભાજપના રમેશ ધડૂક સામે કોંગ્રેસે ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે.



અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના ડો. કિરીટ સોલંકી સામે કોંગ્રેસે રાજુ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. તો નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ સામે કોંગ્રેસે ધર્મેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડમાં ભાજપના કે.સી. પટેલ સામે કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકીટ આપી છે.



મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં ભાજપના રંજનબેન ભટ્ટ સામે કોંગ્રેસે પ્રશાંત પટેલ અને પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડ સામે કોંગ્રેસે વી.કે. ખાંટને મેદાનમાં ઉતાર્યા છે.