નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના કયાસો લગાવવામાં આવી રહ્યાં હતા. બન્ને પક્ષો ગઠબંધન કરીને બીજેપીને સાત બેઠકો પર ટક્કર આપવા માટે રણનીતિ બનાવી રહ્યાં હતાં, જોકે, આ ગઠબંધન સમાપ્ત થઇ ગયુ છે અને આજે કોંગ્રેસે સાત બેઠકોમાંથી 6 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ સાથે જ હવે દિલ્હીમાં બીજેપી, કોંગ્રેસ અને આપ અલગ અલગ લડશે.
દિલ્હીએ ફરી એકવાર 81 વર્ષના ઉમેદવાર શીલા દિક્ષીતને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતને ઉત્તર પૂર્વીય દિલ્હીની લોકસભા બેઠક ફાળવવામાં આવી છે.
જેપી અગ્રવાલ ચાંદની ચોક બેઠક પરથી જ્યારે અરવિંદરસિંઘ લવલીને ઇસ્ટ દિલ્હી બેઠક પરથી લડાવવામાં આવી રહ્યા છે. અજય માકનને ન્યૂ દિલ્હી, રાજેશ લિલોટીયાને નોર્થ-વેસ્ટ દિલ્હી અને મહાબલ મિશ્રાને વેસ્ટ દિલ્હીમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.