અમદાવાદ: કોંગ્રેસની લોકસભાની ત્રીજી યાદીને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લૂઝિવ જાણકારી છે. કોંગ્રેસ એકાદ બે દિવસમાં કોંગ્રેસ ત્રીજી યાદી જાહેર કરશે તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 13 બેઠકો માટેના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપે ગુજરાતમાં 16 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.



1. અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાના નામની ચર્ચા કરવામાં આવી છે.

2. અમરેલી બેઠક પર જે. વી. કાકડીયા અને સુરેશ કોટડીયાને લોકસભા ટીકિટ મળી શકે છે.

3. બનાસકાંઠા બેઠક માટે ગોવા રબારી અને દિનેશ ગઢવીના નામ પર વિચારણા થઈ છે.

4. બારડોલી બેઠકથી તુષાર ચૌધરી અને અજય ગામીતના નામ પર વિચારણા કરવામાં આવી છે.

5. દાહોદ બેઠકથી ભાવેશ કટારા અને ચંદ્રીકાબેન બારૈયાને ટીકિટ મળી શકે છે.

6. જૂનાગઢ બેઠક પર પૂંજા વંશ અને વિમલ ચૂડાસમાના નામની ચર્ચા કરવામાં આવી છે.

7. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી અને બિમલ શાહના નામ પર ચર્ચા કરવામાં આવી છે.

8. મહેસાણા બેઠક પર એ.જે.પટેલ અને રાજેશ પટેલના નામ પર ચર્ચા કરવામાં આવી છે.

9. પંચમહાલ બેઠકથી વિ.કે.ખાંટ અને હિરાભાઈ પટેલના નામ પર વિચારણા ચાલી રહી છે.

10. સાબરકાંઠા બેઠક માટે રાજેદ્ર કુંપાવત અને રાજેદ્ર ઠાકોરને ટીકિટ મળી શકે છે.

11. સુરત બેઠક પરથી અશોક આધેવાળા અને ઘનશ્યામ લાખાણીને ટીકિટ મળી શકે છે.

12. સુરેંદ્રનગર બેઠક પર સોમાભાઈ પટેલ અને ઋત્વિજ મકવાણાના નામ પર ચર્ચા કરવામાં આવી છે.

13. વલસાડ બેઠક પરથી જીતુ ચૌધરી અને કિશન પટેલના નામની ચર્ચા કરવામા આવી છે.



કોંગ્રેસની લોકસભાની ત્રીજી યાદીને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લૂઝિવ જાણકારી છે. કોંગ્રેસ એકાદ બે દિવસમાં કોંગ્રેસ ત્રીજી યાદી જાહેર કરશે તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 13 બેઠકો માટેના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપે ગુજરાતમાં 16 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.