રાજ્યમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવીયર હિટ વેવની આગાહી છે. જ્યારે બે દિવસમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ગરમ પવનનો મારો રહેવાની શક્યતાઓને પગલે ગરમીથી રાહત મળે એવી કોઈ શક્યતા નથી.
દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસનો પારો 40 ડિગ્રી અને રાતનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 20 ટકા જેટલુ થઈ ગયું છે.
અમદાવાદમાં વર્ષ 2009થી માર્ચ 2018 દરમિયાન માર્ચ મહિનાની 3થી 23મી માર્ચ દરમિયાન ગરમીનો પારો 38.3થી 43.0 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ, આ વર્ષે 24 માર્ચ સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી પાર ગયો નથી.