નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 30 ઉમેવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારની ત્રીજી યાદીમાં જયા પ્રદા, વરુણ ગાંધી, મેનકા ગાંધી, રવિન્દ્ર કુશ્વાહા સહિતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જોકે આ યાદીમાં ભાજપે દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીનું પત્તું કાપી નાંખ્યું છે.

આ યાદીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધી અને તેમના સાંસદ પુત્ર વરૂણ ગાંધીની બેઠકોની અદલાબદલી કરવામાં આવી છે. ભાજપની આ 10મી યાદી છે. ભાજપની આ યાદીમાં મનોજ સિન્હા, મેનકા ગાંધી, વરૂણ ગાંધી, વીરેન્દ્ર સિંહ મસ્ત, રીટા બહુગુણા જોશી સહિત 39 લોકોના નામ સામેલ છે. ભાજપની આ લીસ્ટમાં ઉત્તર પ્રદેશના 29 અને પશ્ચિમ બંગાળના 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.



પાર્ટીએ કાનપુરથી વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ આપી નથી, તેમની જગ્યાએ સત્યદેવ ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં છે. તો મંગળવારે બપોરે જ ભાજપમાં જોડાયેલાં જયાપ્રદાને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે તેના નેતા વરૂણ ગાંધી અને મેનકા ગાંધીની સીટ ફેરવી છે. વરુણ ગાંધીને પિલિભીત, મેનકા ગાંધીને સુલતાનપુરમાંથી ટિકિટ આપી છે.