સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી બેઠક પર કોંગ્રેસે વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પોરબંદરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને સુરેન્દ્રનગર બેઠક પર લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે.
જ્યારે જૂનાગઢ બેઠક પર ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય વલસાડ બેઠક પર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ચાર પૂર્વ સાંસદ રાજુ પરમાર, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ટિકીટ આપી છે.